ડ્રગ્સ વેચનાર રીઝવાન દલની નારકોટી એકટ હેઠળ ધરપકડ કરી રાજકોટ જેલમાં મોકલ્યો

પંચમહાલ-ગોધરા જઘૠ પોલીસે નશાકારક દ્રવ્યોના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા આરોપી રીઝવાન હુસેન દલની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી છે. આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી અને પોલીસ અધિક્ષક ડો. હરેશભાઇ દુધાતની સૂચનાના આધારે કરવામાં આવી હતી. તેમણે જીલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોના ઉપયોગને રોકવા નિર્દેશ આપ્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓએ ભૂતકાળમાં ગઉઙજ ગુનાઓમાં જામીનમુક્ત થયેલા અને ફરીથી નશાકારક દ્રવ્યોનું ખરીદ-વેચાણ કરતા ઇસમો વિરૂદ્ધ PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સૂચના બાદ SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે આવા ઇસમોની માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક દ્રવ્યના ખરીદ-વેચાણના ગુનામાં સંડોવાયેલ રીઝવાન હુસેન દલ (રહે.મોહમ્મદી મોહલ્લા, મલા કંપાઉન્ડ, ગોધરા) જામીનમુક્ત થયા બાદ ફરીથી ચોરીછૂપીથી નશાકારક દ્રવ્યોની ખરીદ-વેચાણની પ્રવૃત્તિ કરતો હોવાનું જણાયું હતું. તેના વિરૂદ્ધ અગાઉ ગોધરા શહેર બી ડિવિઝન પો.સ્ટે.ગુ.ર.નં. 11207002220410/2022, NDPS એક્ટ 1985ની કલમ 8(સી),21(સી),29 મુજબ ગુનો દાખલ થયેલો હતો.

રીઝવાન દલ વિરૂદ્ધ કેફી ઔષધો અને મન: પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા અધિનિયમ 1988 (ઙઈંઝ PIT NDPS Act) હેઠળ દરખાસ્ત તૈયાર કરીને પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગરને મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં, આરોપી રીઝવાન હુસેન દલની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.