ડેરોલ યાર્ડમાં ROBગર્ડર લોન્ચિંગ માટે 3 કલાકનો બ્લોક વડોદરા-ગોધરા મેમુ ટ્રેન ગોધરા સુધી આંશિક રદ

વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આજે વડોદરા અને ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડેરોલ યાર્ડમાં રોડ ઓવર બ્રિજ (ROB)ના ગર્ડર લોન્ચિંગના કામ માટે રેલવે દ્વારા ત્રણ કલાકનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે.

વડોદરા રેલવે ડિવિઝન દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર 32 પર બની રહેલા રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું કાર્ય હાથ ધરાશે. આ માટે આજે બપોરે 1:30 થી 4:30 વાગ્યા સુધી અપ અને ડાઉન એમ બંને લાઇન પર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

આ ત્રણ કલાકના બ્લોકની સીધી અસર ગાડી સંખ્યા 69117 વડોદરા દાહોદ મેમુ ટ્રેન પર પડશે. આ ટ્રેન આજે વડોદરાથી ગોધરા વચ્ચે દોડશે નહીં, એટલે કે આ રૂટ પર તે આંશિક રીતે રદ રહેશે.

રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ટ્રેનના સમય અને સ્ટોપેજની નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી લે. આનાથી મુસાફરીમાં થતી અગવડ ટાળી શકાય છે.