દાહોદ ઠક્કરબાપા સ્કૂલ ખાતે નગર પાલિકા ચીફ ઓફિસર દિપસિંહ હઠીલાના જન્મ દિવસ નિમિતે સંકલન સંકલ્પના અનુસંધાને વિધાર્થીઓને પેન્સિલ કીટ અને તીથી ભોજન કરાવ્યું

દાહોદ નગર પાલિકા ચીફ ઓફસીર દિપસિંહ હઠીલાના જન્મદિવસનિ ઉજવણી ઠક્કર બાપા સ્કૂલ ખાતે જન્મદિવસ નિમિતે ભોજન રાખવામાં આવ્યું. ચીફ ઓફીસર દિપસિંહ હઠીલા દ્વારા પોતે જ ભોજન પીરસીને બાળકને જમાડ્યા હતા અને તેમના દ્વારા દરેક બાળકોને એવું કહેવામાં આવ્યું કે, ઘરેથી જ રોજ ટિફિન લઈને આવવું બહારના નાસ્તાના પડીકા ખાવા નહીં તથા જમશો, રમશો અને ભણશો જેવું સૂત્ર આપ્યું. શરીરમાં જરૂરી પોષક તત્વો જવા જોઈએ તે આપણા ઘરના ભોજનમાં જ મળતું હોય છે. બહારના નાસ્તાના પડીકામાં કશું મળતું નથી, તેના કારણે સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને જેના કારણે દીકરા દીકરીઓમાં વજન તથા લોહીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. શાળાના શિક્ષક ગણને પણ સૂચન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના 1 થી 8 ધોરણના કુલ 400 થી વધુ વિદ્યાર્થીઓએ ભોજન કર્યું હતું.