ગોધરા ખાડી ફળીયામાં ફરક આંકનો જુગાર રમાડતા બે ઈસમોને ઝડપ્યા

ગોધરા ખાડી ફળીયા કુદરત શાહ નકીયા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી બે ઈસમોને રૂ.૧૭,૧૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ગોધરા ખાડી ફળીયા કુદરત શાહ નકીયા પાસે કેટલાક ઈસમો જાહેરમાં ફરક આંકનો જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મોહમંદ શેરઅલીખાન પઠાણ ઉર્ફે મહમંદ બીડી, દિનેશ ચરણસિંહ જાદવને ઝડપી પાડવામાં આવ્યા હતા અને રૂ.૧૭,૧૪૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન મુખત્યાર બેગ મિર્ઝા નાશી છુટીયો હતો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.