દે.બારીયા નગર પાલિકા સંચાલિત જાહેર શૌચાલય ખાનગી એજન્સી દ્વારા ચલાવાતા હોય છે. કુલ પાંચ શૌચાલયથી માંથી ચાર શૌચાલયો હાલમાં પણ ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે શું ? ખાનગી એજન્સી આ ચાર શૌચાલયોના બીલના નાણાં મુકવામાં આવતા નથી. તેની તટસ્થ તપાસ જાય તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા નગર પાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો કરોડોની ગ્રાન્ટ ફળવાતી હોય છે. આ જાહેર શૌચાલયો કુલ પાંચ માંથી ચાર શૌચાલયોના દરવાજા પર ખંભાતી તાળા લાગેલા છે શું ? આ શૌચાલયોની ખર્ચના બીલના નાણાં ચુકવવાતા નહી હોય તેની તપાસ કયા જવાબદાર અધિકારી કરશે તે મોટો સવાલ છે. જો આ ચારે ચાર જાહેર શૌચાલયો માત્ર કાગળ પર કાર્યરત બતાયા હોય તો તેનો છેલ્લા પાંચ-સાત વર્ષના ખર્ચના નાણાં કેમ પરત ન લેવા તે આમ જનતા પૂછી રહી છે. જે પણ કર્મીઓ તેમજ મેળા પીપળીથી આ ભ્રષ્ટાચારમાં જે પણ નિગરાની રાખનાર અધિકારીને જવાબદારી રહે છે. આજથી શ થતા ગરબા જોવા આવતા ગ્રામીણ આમ જનતા માટે તેમજ દશેરા મેળામાં આવનારી આમ જનતાને શૌચની સુવિધા મળી રહે તેવી કોઈ પ્રસાશન પાસે જોગવાઈ બાકી છે ? ખરી ? હોય તો સુવિધા ચાલુ કરવામાં કેમ આવતી નથી ? તે મોટો સવાલ છે.