દાહોદમાં અંડર-15 બોયઝ અને ગર્લ્સ રગ્બી જીલ્લા સ્તરીય ટુર્નામેન્ટનું આયોજન

દાહોદ જીલ્લાની યુવા ખેલકૂદ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે તા. 23 ના રોજ અંડર-15 (U-15) બોયઝ અને ગર્લ્સ રગ્બી જીલ્લા સ્તરીય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ છીલબુ Rugby Association Dahod Üpfp Rugby Association of Gujaratના સહયોગથી આયોજીત કરવામાં આવી રહી છે.

આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓમાં રગ્બી રમતનો વિકાસ કરવો, નવી અને ઉદયમાન પ્રતિભાઓ શોધવી તેમજ ખેલાડીઓને સ્પર્ધાત્મક માહોલમાં પોતાનું કૌશલ્ય દર્શાવવાની તક આપવાનો છે. દાહોદ જીલ્લાની વિવિધ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

આયોજકો દ્વારા ટુર્નામેન્ટ શિસ્તબદ્ધ, પારદર્શક અને ન્યાયસંગત રીતે યોજાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રમતપ્રેમીઓ અને ખેલાડીઓ માટે આ ટુર્નામેન્ટ એક મહત્વપૂર્ણ તક સાબિત થશે.