પંચમહાલ કલેક્ટરે વાંગરવા ગામની મુલાકાત લઈ શાળાના દફતર તપાસ્યા : ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા

પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહિયાએ ઘોઘંબા તાલુકાના પ્રવાસ દરમિયાન વાંગરવા ગામની ‚બ‚ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગામમાં ચાલતી વિવિધ સરકારી કામગીરી અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું સ્થળ પર નિરીક્ષણ કરવાનો હતો.

પ્રવાસ દરમિયાન, કલેક્ટરે વાંગરવા ગામના તલાટીના સામાન્ય દફતરની વિગતવાર તપાસણી કરી હતી. તેમણે રેકોર્ડની યોગ્ય નિભાવણી અને વ્યવસ્થાપન અંગે તલાટીને જ‚રી માર્ગદર્શન પણ પૂ‚ં પાડ્યું હતું.

દફતર તપાસણી બાદ, કલેક્ટરે વાંગરવા મુખ્ય પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે શૈક્ષણિક કાર્યની પ્રગતિ અને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન, ગ્રામજનો દ્વારા ગામના વિવિધ પ્રાથમિક પ્રશ્નો અંગે કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. કલેક્ટરે આંગણવાડી, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તા અને ખેતીવાડી સંબંધિત તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી.

કલેક્ટર અજય દહિયાએ સંબંધિત અધિકારીઓને આ તમામ પ્રશ્નોનો સકારાત્મક અને ઝડપી નિકાલ કરવા માટે તાત્કાલિક જ‚રી સૂચનાઓ આપી હતી, જેથી ગ્રામજનોની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય.