મહીસાગરમાં વધુ એક સરપંચની ધરપકડ થતા કોન્ટ્રાકરોમાં ફફડાટ

મહીસાગરના વખતપુર ગ્રામ પંચાયતના સરપંચની નલ સે જલ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે, નલ સે જલ કૌભાંડ માં સરપંચ સહિત વધુ એક કોન્ટ્રાક્ટર ની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ ધરપકડ.

મળતી વિગતો અનુસાર કિડીયા વખતપુર ગ્રામ પંચાયતમાં નલ સે જલની કામગીરીમાં નિખિલ પટેલની સંડોવણી સામે આવતા સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા છાપો મારી દબોચી લેવામાં આવતા કૌભાંડીઓની ઉંધ હરામ થઈ.

નલ સે જલ યોજના અંતર્ગત કૌભાંડીઓનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક ઝડપાયેલા આરોપીઓનો આંકડો ૫૨ પર પહોંચ્યો..આ કૌભાંડી મહાશય રાજકીય નેતાઓ સાથે સાંઠગાંઠ હોવાની ચર્ચા તેજ બની છે, ત્યારે પંચમહાલ સાંસદ રાજપાલસિંહજી જાદવના નજીકના હોવાનું મનાય છે. સરપંચ અને સાંસદની તસ્વીરો વાઇરલ થતા લોકોમાં ભારે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.