ઘોઘંબાના ગજાપુરા ગામે ધરમાં ધુસી આવેલા દિપડાએ બકરાનુ મારણ કર્યુ

ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામમાં મળસ્કે ધરમાં પ્રવેશી દિપડાએ ચાર બકરાનુ મારણ કરી એક બકરાને લઈ જંગલ તરફ ભાગી છુટયો હતો. જે ધટનાને પગલે ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ગજાપુરા ગામમાં ત્રણ દિવસ અગાઉ પણ રાત્રે દિપડો ધરમાં ધુસી નાની બાળકીના ખાટલા નજીક પહોંચી ગયો હતો. સપ્તાહથી દિપડો ગામમાં રહેણાંક વિસ્તારમાં દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસુ હોવાથી ખેડુતો ખેતરમાં જતાં પણ દિપડાના દહેશતથી ફફડી રહ્યા છે. ગ્રામજનોમાં દિપડાને પાંઝરે પુરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. દિપડાએ બકરાને ધરમાં ધુસી નિશાન બનાવ્યા અંગેની જાણ થતાં જ સરપંચ સુરેશભાઈ સહિતે દોડી જઈ વન વિભાગને જાણ કરી હતી.રાજગઢ રેન્જ કચેરીમાં ફરજ બજાવતા વનકર્મી અનીલભાઈ બારીયા ગજાપુરા ગામમાં દોડી આવ્યા હતા. અને દિપડાના ફુટ માર્ક લઈ મૃત બકરાનુ વળતર માલિકને મળી રહે તે માટે તજવીજ શ‚ કરી છે. મળસ્કે દિપડાએ ધરમાં પ્રવેશ કરી બકરા ૫ર હુમલો કરતો નજરે જોતા મહિલા ભયથી ધ્રુજી ઉઠી હતી. તેમજ વહેલી તકે દિપડાને પાંજરે પુરવામાં આવે તેવી માંગ કરી હતી.