છોટાઉદેપુર જીલ્લાના વિવિધ તાલુકામાં કોઝવે- ડીપ ઓવરટોપિંગ થવાના કારણે હજુ ૧૭ માર્ગો પ્રભાવિત

છોટાઉદેપુર જીલ્લામાં તથા ઉપરવાસના વિસ્તારોમાં નોંધાયેલા સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે નદી-નાળાઓ તેમજ કોઝ-વે પર પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પરિણામે જીલ્લાના ૭ તાલુકામાં આવેલા કોઝ વે અને રસ્તાઓ પરથી પાણી ઓવરટોપિંગ થયેલ છે. અમુક સ્થળે રસ્તાના ધોવાણ થવાથી વાહન વ્યવહાર સુરક્ષાના કારણોસર સ્થગિત કરાયો છે.

માર્ગ અને મકાન (પંચાયત ) વિભાગ, છોટાઉદેપુરના ૨ ઓગસ્ટે બપોરે ૧૨:૩૦ સુધીના કલાકની સ્થિતિએ જીલ્લાના પંચાયત હસ્તકના કુલ ૧૭ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે પાણી ઓસરતાં ૮ રસ્તાઓ વાહનવ્યવહાર માટે પૂર્વવત/ખુલ્લા કરાયા છે.

જેમાં નસવાડી તાલુકામા દમોલી- ખરેડા રોડ, પલાસણી – કરમદી રોડ, રાજપુરા એપ્રોચ રોડ, નસવાડી- કુકાવટી- વાઘીયામહુડા રોડ, દુગ્ધા- ધારસીમેલ રોડ અને મોઘલા એપ્રોચ રોડ પર કોઝ વે પરથી પાણી પસાર થવાને કારણે રસ્તાઓ બંધ છે.

બોડેલી તાલુકામાં કડાછલા પ્રાથમિક શાળા તથા કુંદનપુર પ્રેમનગર વસાહતથી કડાછલા રોડ પર પાણી ઓવરટોપિંગ થવાના કારણે રસ્તો બંધ છે. સંખેડા તાલુકામા હરીકુંવા એપ્રોચ રોડ અને અખત્યારપુરા એપ્રોચ રોડ પર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તો બંધ છે. આ ઉપરાંત કાળીતલાવડી કંટેશ્ર્વર રોડ બંધ છે. છોટાઉદેપુર તાલુકામાં પણ અનેક રોડ પણ ઓવરટોપિંગ તેમજ એપ્રોચ ધોવાણ થવાને કારણે બંધ છે.