કડાણા ડેમમાં ૪૫% પાણીથી ૮ જીલ્લાની સિંચાઈ:૧૫૬ ગામોના પીવાના પાણી પર ખતરાના એંધાણ

જુલાઈનો અંત આવવા છતાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરના મુખ્ય ડેમોમાં સરેરાશ માત્ર ૫૦ ટકા પાણી બચતાં પીવાના અને સિંચાઈના પાણી માટે ચિંતા ઘેરાઈ છે.

કડાણા ડેમમાં ૪૮%, કબૂતરીમાં ૪૭% અને ભાદર ડેમમાં તળિયાઝાટક માત્ર ૧૬% જ જથ્થો રહ્યો છે. જો ઓગસ્ટમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે, તો ૧૫૬ ગામોના પીવાના પાણી અને ૮ જીલ્લાની સિંચાઈ પર મોટી કટોકટી સર્જાઇ શકે છે.

ચોમાસામાં પંચમહાલમાં ૬૪ ટકા, મહીસાગરમાં ૬૧ ટકા અને દાહોદ જીલ્લામાં ૩૯ ટકા સીઝનનો વરસાદ નોંધાયો છે. ત્યારે જુલાઈ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના મુખ્ય જળાશયોમાં સરેરાશ માત્ર ૫૦ ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ખેંચાતાં આગામી દિવસોમાં પીવાના તેમજ સિંચાઈના પાણીની સ્થિતિને લઈને ખેડૂતો અને પાલિકા-તંત્રમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

ત્રણ જીલ્લામાં છેલ્લા ૪ દિવસમાં વરસાદ વરસતાં જળાશયોના જથ્થામાં ૨ ટકાનો વધારો થયો છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય જળાશયો પાનમ, કરાડ અને હડફ ડેમમાં હાલ આશરે ૬૦ ટકા જેટલો પાણીનો જથ્થો છે. જે હાલ પૂરતો ચાલે તેમ છે. પરંતુ આગામી સમય માટે સારા વરસાદની જ‚ર છે. દાહોદ જીલ્લાના વડલદવાર, અદલવાડા, ઉમરીયા અને કાળી-૨ ડેમમાં ૬૦ ટકા પાણી છે. પરંતુ માછણ નાળા ડેમમાં ૫૦ ટકા અને કાળઝાળ ચિંતાજનક રીતે કબૂતરી ડેમમાં ઘટીને માત્ર ૪૭% જ જથ્થો રહ્યો છે.

જ્યારે મહીસાગર જીલ્લામાં રાજ્યના ત્રીજા નંબરનો સૌથી મોટો કડાણા ડેમ હાલ માત્ર ૪૮ ટકા પાણી સાથે સરેરાશ સ્તરથી નીચે છે. આ ડેમ ૮ જીલ્લાઓને સિંચાઈ અને પંચમહાલ- મહીસાગરના ૧૫૬ ગામો સહિત દાહોદ શહેરને પીવાનું પાણી પૂ‚ં પાડે છે. આ સિવાય ભાદર ડેમમાં અત્યંત ઓછો એટલે કે માત્ર ૧૬ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે. ચાલુ વર્ષે જુલાઈના અંત સુધીમાં જળાશયો અડધા ખાલી રહેતા ખેડૂતોમાં વાવેતર અને પાકને લઈને ભારે ચિંતા વ્યાપી છે.

જો ઓગસ્ટ મહિનામાં સારો અને સાર્વત્રિક વરસાદ નહીં પડે, તો તંત્ર માટે સિંચાઈ માટે પાણી છોડવું અને પીવાના પાણીની વ્યવસ્થા જાળવવી મુશ્કેલી ભર્યુ બની રહેશે. પંચ. અને મહી.ના ડેમમાં પાણીનો જથ્થો હડફ ડેમ: ૬૪.૮૪% કડાણા ડેમ: ૪૮. પાનમ ડેમ: ૫૬.૭૬% ભાદર ડેમ: ૧૬.૬૭% કરાડ ડેમ: ૪૬.૧૫%