
ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનાNSUI પેપર લીક મામલે મહીસાગરમાં ગજઞઈં અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
NSUIઅને યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ રેલી સ્વપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે જીલ્લા નાયબ ચીટનીશને આવેદનપત્ર સુપરત કર્યું.
આ દરમિયાન,NSUI અને યુથ કોંગ્રેસના પ્રમુખો અને જીલ્લા પ્રમુખની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીમાં ‘શિક્ષણમંત્રી રાજીનામું આપો’ ના નારા લગાવવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ રાજ્યમાં વારંવાર થતા પેપર લીક કૌભાંડો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
ગુ ગોવિંદ યુનિવર્સિટી, ગોધરાના ગજઞઈં પ્રમુખ આશિષ પરમારે જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.