સંજેલીમાં સરકારી અનાજની દુકાન સામે ગંભીર આક્ષેપ:વિધવા બહેન અને પુત્રએ અનાજનું પોટલું લઈને મામલતદારને લેખિત રજૂઆત

મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની કી કસ્ટોડ.

દસોડ જીલ્લાના સજેલી તાલુકાના સંજેલી નગરમાં આવેલી સરકારી અનાજની દુકાન સાથે ગંભીર આક્ષેપો સાથે વિધવા લાભાર્થી અને તેમના પુત્રએ અનાજનું પોટલું માથે મૂકી મામલતદાર કચેરીએ પહોંચી લેખિત રજુઆત કરી હતી.

અરજી મુજબ માડલી રોડ સ્થિત અરવિદભાઈ પીઠડયા સંચાલિત સરકારી અનાજની દુકાનમાંથી વિધવા લાભાર્થી લમીબેન રમણભાઈને નિયમ મુજબ મળવાપાત્ર જથ્થા કરતા ઓછું અનાજ આપવામાં આવે છે. અરજદારના જણાવ્યા અનુસાર ૨૦ કિલો ચોખાની પાવતી કાઢવામાં આવે છે. પરંતુ માત્ર અંદાજે ૧૮ કિલો ચોખા આપવામાં આવે છે. તેવી જ રીતે ૧૯ કિલોગ્રામની પાવતી સાથે ૧૩ કિલો ઘઉં આપવામા આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે જણાવ્યું છે કે, આ મુદ્દે દુરાનદાર રામે ત્રણ વખત બોલાચાલી થઈ હોવા છતા કોઈ ઉકેલ આવ્યો નથી અને સતત ઓછુ અનાજ આપવામાં આવે છે. ગરીબ અને વિધવાના લાભાર્થીઓના હક્કના અનાજમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ અરજી મા કરવામાં આવ્યો છે. અરજીમાં વધુ એક ગભીર આક્ષેષ કરવામાં આવ્યો છે કે, દુકાનદારે પોતે મામલતદારને હપ્તો આપનો હોવાનો ઠાવો કરીને મનમાની ચલાવતો હોવાની વાત પણ અરજદારે લેખિતમાં રજૂ કરી છે. નોંધનીય છે કે, આ દાવો અરજદાર દ્વારા કરવાયા આવેલ આક્ષેપ છે, જેની સહાર પુષ્ટિ થઈ નથી.

અરજદારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ઘરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગરીબ, વિઘવા અને અન્ય જ‚રિયાતમંદ લાભાર્થીઓને તેમના હાલનું સંપૂર્ણ અનાજ મળે તે માટે યોગ્ય ન્યાય આપવાની માગ કરી છે. હવે આ મામલે તત્ર દ્રારા શુ કાર્યવાહી કરવામ આવે છે તેના પર સૌની નજર છે.