દે.બારીઆ મોટીઝરી ગામ નજીક રસ્તાઓ પર પડેલા ખાડાઓને લોકોએ સ્વખર્ચે રિપેર કર્યા

પીપલોદ-દે.બારીઆ માર્ગ પર આવેલ મોટીઝરી ગામ નજીક ભારે વરસાદના કારણે રસ્તા પર મોટા મોટા ખાડા પડી જતા રોજિંદા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરતા હતા. તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. પરિણામે અનેક વાહનો ખાડામાં પડવાના તેમજ ટાયર ફાટવાના બનાવો બની રહ્યા હતા. તંત્રની નિષ્ક્રિયતા સામે મોટીઝરી ગામના હોળી ફળિયાના યુવાનો આગળ આવ્યા હતા. તેમણે જેસીબી મશીનની મદદથી માર્ગ પર પેલા મોટા ખાડાઓ પુરવાની કામગીરી કરી વાહનચાલકો અને ગ્રામજનોને તાત્કાલિક રાહત પહોંચાડી હતી. યુવાનોની આ નિ:સ્વાર્થ સેવાકિય કામગીરીને ગ્રામજનોએ માનવતા અને સામાજિક જવાબદારીનુ ઉત્તમ ઉદાહરણ ગણાવી બિરદાવવામાં આવી હતી.