
બાલાસિનોર કંબોપા ખાતે આવેલા જલારામ મંદિર ખાતે ગૌરીવ્રતના પાવન અવસરે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌરીવ્રત ધારણ કરનાર બાલિકાઓને ખાવાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈના માર્ગદર્શન હેઠળ દાતા નવીનભાઈ (અમેરિકા)ના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં પ્રાથમિક શાળા કંબોપાની શિક્ષિકાઓ ચંદ્રિકાબેન પટેલ તથા પાલબેન પટેલના હસ્તે બાલિકાઓને ખાવાના પેકેટો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભજનના મધુર સ્વરોથી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ, ભાવિકો તથા ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે બાલિકાઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. ઉપસ્થિત લોકોએ દાતા તથા આયોજકોની સેવાભાવનાને બિરદાવી આવા કાર્યક્રમો સમાજ માટે પ્રેરણાપ હોવાનું જણાવ્યું હતું.