કાલોલની એન.એમ.જી. હોસ્પિટલમાં વૈષ્ણવાચાર્ય ને હસ્તે નવું આઈ.સી.યુ.નું ઉદ્ઘાટન

શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે હોસ્પિટલ પ્રાંગણમાં નવીનચંદ્ર મફતલાલ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એન.એમ.જી. હોસ્પિટલ, કાલોલ ખાતે આધુનિક આઈ.સી.યુ. વિભાગનો શુભારંભ પ.પૂ.પા.ગો.૧૦૮ કુંજેશકુમાર મહોદયના હસ્તે કરવામાં આવ્યો.આ શુભ પ્રસંગે અગ્રણી તબીબી અધિકારીઓ તથા સામાજીક આગેવાનો અતિથિ વિશેષ તરીકે હાજરી આપી. જેમાં ડો. મોના જે. પંડ્યા (મુખ્ય જીલ્લા તબીબી અધિકારી અને અધિક્ષક પંચમહાલ, ગોધરા), રશેષભાઈ શાહ (સી.ઈ.ઓ. પંચમહાલ ડી.કો.ઓપ. બેંક, ગોધરા તથા અધ્યક્ષ સહકાર ભારતી પંચમહાલ), ડો. મીનેશ દોશી (તાલુકા હેલ્થ ઓફિસર, કાલોલ), અલ્પાબેન જી. ડામોર (વહીવટી અધિકારી, જનરલ હોસ્પિટલ, ગોધરા) તેમજ એન એમ.જી.હોસ્પિટલના ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધી હાજર રહ્યા હતા.

આ નવતર સુવિધાથી સ્થાનિક વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ તાત્કાલિક અને ગંભીર સારવાર મળી રહેશે. આ આઈ.સી.યુ. વિભાગ તૈયાર કરવામાં મહત્વનું દાન આપનાર દાતાઓનું પણ આ પ્રસંગે વિશેષ બહુમાન કરવામાં આવ્યું. જેમાં રજનીકાંતભાઈ ચીમનલાલ મજમુદાર (નિવૃત્ત શિક્ષક, એમ.જી.એસ હાઈસ્કૂલ), સુલોચનાબેન ભીખાલાલ શાહ (નિવૃત્ત શિક્ષિકા કાલોલ), નિરંજનભાઈ વિઠ્ઠલદાસ ગાંધી (નિવૃત્ત પ્રિન્સિપાલ,સણસોલી),જયંતિભાઈ ચીમનલાલ શાહ (ઈફ્કો ફાઉન્ડેશન, વડોદરા / કોલ્ડ સ્ટોરેજ કાલોલ,રાજુભાઈ ઓચ્છવલાલ શાહ (મેનેજર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, અમદાવાદ), જ્યોત્સનાબેન રાજુભાઈ શાહ. કાર્યક્રમના ઉદ્ઘાટક પૂજય મહારાજ દ્વારા આશિર્વચન પાઠવી જન સેવાના આ કાર્ય ને બિરદાવી દાતાઓ નું સન્માન કર્યું. વધુમાં કાલોલના આંગણે આવી ભવ્ય સુવિધા ને કારણે ઘણા બધા લોકોને ઈમરજન્સી સમયે રાહત મળશે અને કેટલાય લોકો નુ જીવ બચશે જે સૌથી મોટી માનવસેવા છે.