મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના હાંડિયા ગામમાં છેલ્લા અંદાજે ૬ વર્ષથી વિદ્યાર્થીઓની ધટને કારણે બંધ રહેલી ધો.-૧ થી ૫ ની પ્રા.શાળાનો ફરીથી પ્રારંભ થતાં ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોની સતત માંગ અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિના પરિણામે શાળા ફરી શ કરવામાં આવી છે. જેના ૫્રથમ દિવસે અંદાજે ૨૦ જેટલા બાળકોએ પ્રવેશ મેળવી શિક્ષણની નવી સફર શ કરી હતી.
શાળાના ૫ુન:પ્રારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગામના આગેવાનો, વડીલો, નિવૃત્ત શિક્ષકો, યુવાનો, શિક્ષક ગણ, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિરપુર તાલુકા પંચાયત પ્રમુખ, મહિસાગર જિલ્લાના સામાજિક-રાજકિય અગ્રણિઓ, શ્રી શિક્ષક એવોર્ડ વિજેતા ગીરીશ બારોટ, હાડીયા ગ્રામ ૫ંચાયત સરપંચ્ તેમજ ગામના એક નિવૃત્ત ઈજનેરે શાળાના બાળકોને પીવાનુ શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે વોટર કુલરની ભેટ અર્૫ણ કરી હતી. હાંડિયા ગામની શાળાનો પુન:પ્રારંભ એ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શિક્ષણ પ્રત્યે વધતા વિશ્ર્વાસનુ જીવંત ઉદાહરણ બની રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી પ્રા.શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણમાં થયેલા સુધારાને કારણે અનેક વાલીઓ ખાનગી શાળાઓને બદલે સરકારી શાળાઓમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. હાંડિયા ગામની આ પહેલ અન્ય ગામો પણ માટે પ્રેરણાપ બની શકે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી.