હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ તપાસ ગોઠવી પકડી પાડવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવીહતી. ત્યારે પોલીસ ઈન્સ્પેકટર આર.એ.જાડેજાને બાતમીદાર પાસેથી માહિતી મળેલ કે, અગાઉ જુગારના ગુનાઓમાં સંડોવાયેલ અને જુગારી અજરૂદ્દીન ઉર્ફે અજજુ મયુદ્દીન વાઘેલા કસ્બા વિસ્તારમાં આબેદાબીબી ઐયુબશા દિવાનના ધરમા લોકો ગંજી પત્તાનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા અજરૂદ્દીન ઉર્ફે અજજુ મયુદ્દીન વાઘેલા(રહે.હુસેની ચોક, કસ્બા ટેકરી, હાલોલ)રમેશકુમાર અર્જુનસિંહ પરમાર (રહે.અડાદરા), પિંટુભાઈ બચુભાઈ બારીયા(રહે.અલીખેરવા, જિ.છોટાઉદેપુર), દિનેશભાઈ અરવિંભાઈ પરમાર (રહે.શુભાસશેરી, હાલોલ), વિનોદભાઈ નટુભાઈ બારીયા(રહે.બોડેલી, જિ.છોટાઉદેપુર), ફઝલે રસુલ મોહંમદ વણજારા (રહે.હાલોલ), નારણભાઈ ગોરધનભાઈ જાદવ(રહે.વેડપુર, જિ.વડોદરા), માસુમખાન હબ્બીખાન પઠાણ(રહે.હાલોલ), ધ્રુમીલ નયનભાઈ પરમાર(રહે.હાલોલ)અને શરીફ સિદ્દીક મેમણ (રહે.બોડેલી, જિ.છોટાઉદેપુર)ને રોકડા રૂ.57,330/-, રૂ.95,500/-ના 8 મોબાઈલ તથા રૂ.1 લાખની બાઈક મળી કુલ રૂ.2,52,830/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યાહતા.જયારે આબીદાબીબી ઐયુબશા દિવાન(રહે.કસ્બા ટેકરા, હાલોલ)ને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.