હાલોલ કાળીભોઈની પ્રસૃતા જોડિયા બાળકોને જન્મ આપે તે પહેલા જ મોત થતાં હોબાળો

હાલોલ કાળીભોઈ વિસ્તારમાં રહેતી પાયલબેન સુનીલ દંતાનીને સંતાનમાં 5 વર્ષનો પુત્ર કૃણાલ અને 3 વર્ષની પુત્રી અનોખી છે. પાયલબેન ફરીથી ગર્ભવતિ બનતા કુખમાં જોડિયા બાળકો સાથે હાલોલની ખાનગી અંકુર હોસ્પિટલમાં છેલ્લા નવ મહિનાથી દવા સારવાર ચાલતી હતી. શનિવારે સવારે સારવાર માટે હોસ્પિટલ લવાઈ હતી. જયાં તેની તબિયત લથડતા તબીબે રેફરલ હોસ્પિટલમાં લઈ જવાનુકહેતા પરિવારજનો રેફરલ ખાતે લઈ ગયા હતા. જયા ફરજ પરના તબીબે પાયલને મૃત જાહેર કરતા પરિવારજનોએ હોબાળો મચાવતા મોટી સંખ્યામાં દંતાણી સમાજના લોકો ભેગા થઈ પાયલનુમોત ખાનગી ડોકટરની કથિત બેદરબારીથી થયાના આક્ષેપ સાથે ડોકટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જયાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને નહિ લઈ જવાની માંગ કરતા પોલીસ રેફરલ ખાતે દોડી આવ્યુ હતુ. પી.એમ.રિપોર્ટ બાદ કોઈ કસુરવાર હશે તેની સામે કાર્યવાહી કરાશેનુ જણાવતા મામલો થાળે પડ્યો હતો. પોલીસ મૃતદેહનુ પેનલ પી.એ.કરાવી વિશેરા લેવડાવી સુરત ખાતે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.