સંતરામપુરના નાનીકયાર ગામે ખેડૂતના ઘર માંથી અજગરનું વન વિભાગે રેસ્કયુ કર્યુ

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નાનીક્યાર ગામે એક ખેડૂતના ઘરમાં અજગર ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

આ ઘટના નાનીક્યાર ગામના એક ખેડૂતના મકાનમાં બની હતી. અજગરને જોઈને પરિવારજનો અને નાના બાળકો ગભરાઈ ગયા હતા. પરિવારે તાત્કાલિક એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ બંને ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમના સભ્યોએ સાવચેતીપૂર્વક અજગરને કાબૂમાં લીધો અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો. રેસ્ક્યુ બાદ અજગરને તેના કુદરતી રહેઠાણ એવા જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

આ અજગરની લંબાઈ આશરે ૫ ફૂટ હતી. સમયસર અને અસરકારક કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નહોતી.