આઇ ખેડુત પોર્ટલ 5 જૂન ના રોજ સવારે 10.30 કલાકે થી ખેડુતો દ્વાર્ડ ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે

મહિસાગર, ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત 2023-24 માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે.

રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ 2023-24 માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 05-06-2023 ના રોજ સવારે 10.30 કલાકે થી ખેડુતો દ્વાર્ડ ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.

પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.