વેજલપુર નાયક ફળીયામાં રહેણાંક મકાન માંથી 27 હજારનો વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપ્યો

વેજલપુર,કાલોલ તાલુકાના વેજલપુર નાયક ફળીયામાં રહેતા આરોપી પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 27,840/-રૂપીયાના દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે નાયક ફળીયામાં રહેતા સંજયકુમાર કાંતીલાલ બારીયા પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોય તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી ધર માંથી રોયલ બ્લયુમલ્ટ વ્હીસ્કીની પેટીઓ નંંગ-3, માઉન્ટન્સ 6000 સુપર બીયર પેટી નંગ-3, ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હિસ્કી નંગ-10 બોટલ મળી કુલ 27,480/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.