ગરબાડા APMC ચૂંટણીમાં પ્રજીતસિંહ રાઠોડ ચેરમેન અને છત્રસિંહ મંડોડ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા, ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ

ગરબાડા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન બંને હોદ્દાઓ પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા સહકારી ક્ષેત્રમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગરબાડા APMC ના મહત્વના હોદ્દાઓ માટે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડની બિનહરીફ વરણી કરવામાં આવી છે.
વાઇસ ચેરમેન તરીકે છત્રસિંહ માનસિંગ મંડોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી બંને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા જ ગરબાડા ખાતે ઉપસ્થિત સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ભવ્ય ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં હાજર સમર્થકોએ નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને પુષ્પહાર પહેરાવીને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ
આ વિજય ઉત્સવ વેળાએ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ભાજપના અગ્રણી નેતા મુકેશભાઈ ખચ્ચર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર તેમજ ભારતીય જનતા પાર્ટીના અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ અને સહિત પરિવારોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા.

મુકેશભાઈ ખચ્ચર (ભાજપ આગેવાન): “આ જીત કાર્યકરોની મહેનત અને પક્ષ પ્રત્યેના વિશ્વાસની જીત છે. ગરબાડા APMC ખેડૂતોના હિતમાં આગામી સમયમાં વધુ પ્રગતિ કરશે.”

પ્રજીતસિંહ રાઠોડ (નવનિયુક્ત ચેરમેન, APMC): “અમારા પર મૂકેલા વિશ્વાસ બદલ હું પક્ષના નેતૃત્વ અને તમામ સભ્યોનો આભાર માનું છું. ખેડૂતોના વિકાસ અને મંડળીના હિત માટે અમે કટિબદ્ધ રહીને કામ કરીશું.”