મહીસાગર જીલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: લુણાવાડામાં પારો ૪૫, થી પણ વધારે ડિગ્રીએ પહોંચ્યો, બપોરે રસ્તાઓ બન્યા સૂમસામ
સમગ્ર ગુજરાતની સાથે મહીસાગર જીલ્લામાં પણ ફરી એકવાર હીટવેવની તીવ્ર અસર જોવા મળી રહી છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આજે તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી જતાં લોકો અંગ દઝાડતી ગરમીમાં શેકાયા હતા. હવામાન વિભાગ દ્વારા અપાયેલા ’ઓરેન્જ એલર્ટ’ વચ્ચે જીલ્લાના જનજીવન પર ગરમીની વ્યાપક અસર જોવા મળી રહી છે.
બપોરના સમયે માર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ ખાસ કરીને બપોરના ૧૨ વાગ્યા બાદ તાપમાનમાં ભારે વધારો થતાં લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લુણાવાડા શહેરના મુખ્ય માર્ગો તેમજ સદાય વ્યસ્ત રહેતા હાલોલ-શામળાજી હાઇવે પર બપોરના સમયે વાહનોની અવરજવર એકદમ ઓછી થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી અને લૂથી બચવા માટે ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ, ટોપી અને મોઢા પર કપડું બાંધીને જ મુસાફરી કરતા નજરે પડ્યા હતા.
કામ કરવા મજબૂર બનતો ’જગતનો તાત’ એક તરફ સામાન્ય નાગરિકો બપોરે કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે બીજી તરફ ’જગતનો તાત’ ગણાતા ખેડૂતો અને શ્રમિકો આટલી અસહ્ય ગરમી અને ગરમ પવનો વચ્ચે પણ પોતાના ખેતરોમાં અને ખુલ્લામાં કપં કામ કરવા માટે મજબૂર બન્યા છે.
૧૫ મે પછી આંશિક રાહતની સંભાવના હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ૧૫ મે સુધી રાજ્યમાં અને મહીસાગર જીલ્લામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. જોકે, ૧૫ મે બાદ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી લોકોને આગઝરતી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને બપોરના સમયે બિનજરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.