ભાજપના સાંસદે તમામ રાજકીય પાર્ટીઓ પર લગાવ્યો ભ્રષ્ટાચારના આક્ષેપ, તોડ કર્યાના લગાવ્યા આરોપ

ભરૂચના સાંસદે રાજકીય પાર્ટીઓ પર મોટો આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ ભાજપના નેતાઓ પર પણ તોડપાણી આક્ષેપ લગાવ્યો છે. તેમણે નામ લીધા વગર ચૈતર વસાવા પર પણ આરોપ લગાવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થતા હોવાનુ જણાવ્યું.

નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં નામ લીધા વગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્યો પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે. નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા.

સાંસદે જણાવ્યું કે, જિલ્લામાં યોજાયેલા સરકારી કાર્યક્રમોના ખર્ચ અંગે આપના કેટલાક નેતાઓ ખોટો હોબાળો સર્જે છે અને અધિકારીઓ પર દબાણ કરી વારંવાર તતડાવતા હોય છે. બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ૫૦ લાખ અને ૭૫ લાખનો તોડ કરવાની કોશિશ કરવામાં આવી હોવાનું સાંસદે આક્ષેપ કર્યો. આપના કેટલાક નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી ભ્રષ્ટાચાર અને તોડપાણીના પ્રયાસોમાં સંકળાયેલા છે તેમ સાંસદે દાવો કર્યો.

સાંસદ મનસુખ વસાવાએ આગામી દિવસોમાં આ મુદ્દે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે સત્તાવાર રીતે રજૂઆત કરવાની જાહેરાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ સમગ્ર ઘટનાક્રમમાં જે કોઈપણ વ્યક્તિ—ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે મારી સાથે ફરનારા—કોઈપણ સ્તરે સંકળાયેલા હશે, તેમને છોડવામાં નહીં આવે. નર્મદા જિલ્લામાં આપ, ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેની વિગતવાર તપાસ જરૂરી છે.

સાંસદે તંત્રને નિષ્પક્ષ તપાસ કરવા તથા જવાબદાર લોકો પર કડક પગલા લેવા અપીલ કરી હતી. તેમણે આગળ કહ્યું કે, જિલ્લામાં યોજાયેલા સરકારી કાર્યક્રમોના ખર્ચ અંગે આપના કેટલાક નેતાઓ ખોટો હોબાળો સર્જે છે અને અધિકારીઓ પર દબાણ કરી વારંવાર તતડાવતા હોય છે. બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ૫૦ લાખ અને ૭૫ લાખનો તોડ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આપના કેટલાક નેતા ટીમો બનાવી અધિકારીઓને તતડાવી ભ્રષ્ટાચાર અને તોડપાણીના પ્રયાસોમાં સંકળાયેલા છે. આગામી દિવસોમાં આ મુદ્દે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે સત્તાવાર રીતે રજૂઆત કરીશ. આ સમગ્ર ઘટનાક્રમમાં જે કોઈપણ વ્યક્તિ—ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે મારી સાથે ફરનારા—કોઈપણ સ્તરે સંકળાયેલા હશે, તેમને છોડવામાં નહીં આવે.

તેમણે આક્ષેપ કર્યો કે, નર્મદા જિલ્લામાં આપ, ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેની વિગતવાર તપાસ જરૂરી છે. સાંસદે તંત્રને નિષ્પક્ષ તપાસ કરવા તથા જવાબદાર લોકો પર કડક પગલા લેવા અપીલ કરી હતી