
અમદાવાદમાં આનંદીબેન પટેલનાના જીવન સંઘર્ષ પર લખાયેલા ’ચૂનોતિયા મુઝે પસંદ હૈ’ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં પુસ્તકમાં બાળપણથી રાજ્યપાલ સુધીનો સફર આવરી લેવાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું.
આનંદીબેન પટેલે પોતાના સંબોધનમાં દારૂબંધી મુદ્દે બોલતા કહ્યું કે, મેં ત્યાં દારૂ છોડાવી દીધો અને અહીં દારૂ બાંધી લોકો હટાવી રહ્યા છે લોકો શુ થઈ રહ્યું છે આ. ગુજરાતમાં શાંતિ ભંગ ન થવા દેવી જોઈએ.
તેમણે આગળ કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, તમે ગુજરાતમાં જે દારૂબંધી છે તેને કાઢવાની વાત કરો છો, મેં તો પેપરમાં વાંચ્યું છે સાચું ખોટું મને ખબર નથી. આપણે ત્યા નારી ગુજરાતમાં ચાર-ચાર વાગ્યા સુધી ગરબા ગાઈ શકે છે, તેનું કારણ દારૂબંધી છે. ઉત્તર પ્રદેશમાં આજે પણ કેટલીક જગ્યાઓએ બહેનો બહાર નીકશળી શક્તી નથી તેવી સ્થિતિ છે. ભવિષ્યમાં શું પરિણામો આવશે તે વિશે વિચાર કરીને કરવું પડશે. ગુજરાત જે રીતે દીકરીઓ માટે એક શાંતિમય વાતાવરણ આપે છે. આજે જે પણ ઉચ્ચ હોદ્દાના લોકો કામ કરવા માટે રહ્યા, તેમના પરિવારો ક્યા વસ્યા છે તે તો જુઓ. ક્યા પાછા ગયા, ગુજરાતમાં જ વસ્યા ને. શું કામ ગુજરાતમાં વસ્યા. મહિલાઓને શાંતિ જોઈએ છે, અને એ શાંતિનો ભંગ ન થવો જોઈએ.
કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ રાજયપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત ‘ચુનૌતિયા મુઝે પસંદ હૈ’ પુસ્તકની ગુજરાતી આવૃતિનું વિમોચન કરવામાં આવ્યું. ૨૫૨ પાનાની પુસ્તકમાં આનંદીબેન પટેલનું જીવન કવન આવરી લેવાયું છે. આનંદીબેન પટેલના બાળપણથી, ભણતર અને રાજનૈતિક કારકિર્દી પ્રવેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ સુધીની સફર કંડારાઈ છે. પુસ્તકમાં આનંદીબેને કરેલા સંઘર્ષને શબ્દોમાં રજૂ કરાયો છે.