અમરેલીમાં પ્રેમસંબંધમાં યુવતીના પરિવારે યુવકને માર માર્યો, માતાની કરી ઘાતકી હત્યા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના િંનગાળા ગામ નજીક એક ચોંકાવનારી ઘટનામાં પ્રેમસંબંધના કારણે યુવતીના પરિવારજનોએ યુવક અને તેની માતા પર હુમલો કરી માતાની ઘાતકી હત્યા કરી નાખી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં આરોપીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા હતા.

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, િંનગાળા ગામના રહેવાસી ભાવેશભાઈ ભગવાનભાઈ ભીલ (ઉં.૨૫) નામના યુવકના એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ વાતથી નારાજ યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજનબદ્ધ રીતે બાલકૃષ્ણ પેટ્રોલ પંપ પાસે ભાવેશ અને તેની માતા જીતુબેન ઉપર જીવલેણ હુમલો કર્યો. આરોપીઓએ ભાવેશને માર મારી બળજબરીથી એક કારમાં બેસાડી અપહરણ કરી લીધું અને તેની માતા જીતુબેનને કાર ચડાવી ગંભીર ઈજાઓ પહોંચાડી, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.

આ સમગ્ર હુમલાના દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગયા, જે બાદ આરોપીઓ કોઈને પરવાહ કર્યા વગર યુવકને લઈને નાસી ગયા. ઘટનાની જાણ થતાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઈ ભીલે ૯ આરોપીઓ સામે હત્યા, અપહરણ, મારામારી અને ગેરકાયદૃેસર બંધક બનાવવાની ફરિયાદૃ નોંધાવી. આરોપીઓમાં યોગેશ બાબુભાઈ મકવાણા (રાજકોટ), રોહિત બટુકભાઈ મકવાણા (મહુવા), મહેશ ભાયાભાઈ સોલંકી (માઢીયા), જ્યોતિબેન યોગેશભાઈ મકવાણા, કાજલબેન બટુકભાઈ મકવાણા, જાનુબેન બટુકભાઈ મકવાણા, હિતેશ બટુકભાઈ મકવાણા, બટુકભાઈ ડાયાભાઈ મકવાણા તથા કમલેશભાઈ (હિતેશના કાકા) જેવા લોકોનો સમાવેશ થાય છે.

દરમિયાન આરોપીઓ અપહરણ કરી ભાવેશને અલગ-અલગ સ્થળોએ લઈ ગયા અને મહુવા સુધી લઈ જઈ તેને મારતા રહૃાા અને ધમકીઓ આપતા રહૃાા. આ બાજુ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઇપીએસ જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ ત્વરિત કાર્યવાહી કરી. ગણતરીના કલાકોમાં જ આરોપીઓનો પીછો કરી ક્રાઇમ બ્રાન્ચ મહુવા પહોંચી ગઈ અને ભાવેશને સુરક્ષિત છોડાવી લીધો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ત્યારબાદ ટીમોએ અલગ-અલગ સ્થળોએથી કુલ ૭ આરોપીઓને ઝડપી પાડી પીપાવાવ મરીન પોલીસને સોંપી દૃીધા છે. બે આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાએ સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરીને લઈને રોષ ઉભો કર્યો છે. પીપાવાવ દૃરિયાઈ પટ્ટીના સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં મારામારી, ધાકધમકી અને ગેરકાયદૃેસર દૃા‚ જેવા ગુનાઓ વધી રહૃાા છે છતાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી થતી નથી. જોકે આ કેસમાં આઇપીએસ જયવીર ગઢવીની સક્રિયતાને કારણે ઝડપી ધરપકડ થઈ છે. પોલીસને આશા છે કે બાકીના આરોપીઓને પણ જલ્દૃીથી પકડી લેવામાં આવશે અને કાયદૃાકીય કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.