પ્રવેશ સમિતિ ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૨ મે ૨૦૨૬, રોજે સવારના ૧૧:૦૦ કલાકે, સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા, ઓનલાઈન નોંધણી, પસંદગી પ્રક્રિયા, વિવિધ કોર્સ અને કોલેજની પસંદગી તેમજ કારકિર્દી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવશે. આથી, ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને આ કાર્યક્રમમાં હાજરી આપી તેનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.