સંજેલીના ગ્રામ્ય વિસ્તારોમાં હલકી કક્ષાના ખાદ્ય તેલનુ ધુમ વેચાણ : ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરાય તેવી માંગ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે તાલુકામાં હલકી કક્ષાના ખાદ્ય પદાર્થોનુ ધુમ વેચાણ થતુ હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.જેને લઈને જિલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોનુ વેચાણ કરતા વેપારીઓ સામે પગલા લેવા માંગ કરાઈ છે.

દાહોદ જિલ્લામાં ગામડાઓમાં આદિવાસી સમાજમાં લગ્નની સીઝન ચાલુ થતાં જ સંજેલી તાલુકામાં ખાદ્ય તેલના હોલસેલ વેપાર કરતા વેપારીઓને તડાકો પડી ગયો છે. લગ્નસરામાં ગામડાઓમાં હલકી કક્ષાના ભેળસેળવાળા ખાદ્યતેલ સહિતના ખાદ્ય પદાર્થોનુ ધુમ વેચાણ થાય છે. તેમાંય હલકી કક્ષાના તેલનો મોટો જથ્થો સંજેલી તાલુકામાં આવે છે. આ જ રીતે ગામડાઓમાં ધમધમતો દેશી દા‚માં પણ અખાદ્ય ગોળનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. જેનો પણ ખુલ્લેઆમ વેપાર થતો હોય છે. ત્યારે આ બાબતે સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા કે જિલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ધનિષ્ઠ તપાસ કરી અખાદ્ય તેલ અને ગોળનુ વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લાના અધિકારીઓને લેખિતમાં અરજીઓ કરવામાં આવી છે.