મોરવા(હ)ના નાટપુર પાસે ખાનગી ટ્રાવેલ્સની ટકકરે બાઈક ચાલકનુ મોત

મોરવા(હ)ના નાટાપુર પાસે ખાનગી ટ્રાવેલસની બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. મૃતક યુવાન ગણેશની મુવાડી ગામનો રહેવાસી હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.

મોરવા(હ)તાલુકાના નાટાપુર ટર્નિંગ પાસે ગોધરાથી મોરવા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને સામેથી આવી રહેલી બાઈક ધડાકાભેર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાન રોડ પર ફંગોળાતા તેને ગંભીર ઈજાઓ થતાં તેનુ ધટના સ્થળે જ મોત નીપજયું હતુ. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ સ્ટાફ પણ ધટના સ્થળે આવી પહોંચી મરનાર યુવકની ઓળખ કરી તેના સ્વજનોને બનાવની જાણ કરતા તેઓ પણ ધટના સ્થળે આવી પહોંચ્યા હતા.તેમજ મૃતકની લાશને પી.એમ.અર્થે નજીકના સરકારી દવાખાને મોકલી આપી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.