
દાહોદ જીલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જાણવા જોગ નંબર ૦૧/૨૦૨૬ મુજબ ગુમ થયેલા વૃદ્ધ વ્યક્તિને સંજેલી પોલીસે માત્ર ૧૦ દિવસમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ ગોધરા રેન્જના માર્ગદર્શન હેઠળ અને દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક રવરાજસિંહ જાડેજાના સુચન અનુસાર ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. પરમારે અલગ અલગ ટીમો બનાવી તપાસ શ કરી હતી. તપાસ દરમિયાન અ.હે.કો. અંકિતભાઈ ચીમનભાઈ ને મળેલી ખાનગી બાતમીના આધારે ગુમ થયેલા સોમાભાઈ પાભાઈ ડીંડોર (ઉંમર ૬૬) રહે. નવાગામ, તા. ફતેપુરા, જી. દાહોદ રાજસ્થાનના બોડગર પાટવેલ ગામે હોવાની માહિતી મળી હતી.
બાતમીના આધારે પોલીસ ટીમ ત્યાં પહોંચી સોમાભાઈને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા અને તેમને પરિવાર સાથે સુખદ રીતે મિલન કરાવ્યું. આ કામગીરીને લઈને સંજેલી પોલીસની કામગીરીને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.