
નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન તથા ઉદ્યોગ વિશે પ્રાયોગિક જ્ઞાન વધે તે હેતુસર ઈનોવેશન ક્લબ અને ગજજ વિભાગ દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ તા. ૦૬/૦૩/૨૦૨૬ અને ૦૭/૦૩/૨૦૨૬ના રોજ યોજાયો હતો, જેમાં આશરે ૫૪ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી, અમૂલ મિલ્ક ડેરી આણંદ, અમૂલ ચોકલેટ ફેક્ટરી તેમજ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓની કાર્યપદ્ધતિ, સંશોધન પ્રવૃત્તિઓ, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ તથા ઉદ્યોગ વ્યવસ્થાપન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો હતો. આ કાર્યક્રમના સફળ આયોજન માટે કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ, ડો. ગૌરાંગ ખરાદી તથા પ્રાધ્યાપકગણનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.