ખેડા: સત્તાના મોહમાં ભાજપમાં ગયેલા ભારતિંસહ પરમાર ફરી કોંગ્રેસના શરણે!

રાજકારણમાં ક્યારે કયો નેતા કયો ખેસ પહેરી લે અને કઈ વિચારધારા અપનાવી લે, તે કહેવું સામાન્ય જનતા માટે ઘણું મુશ્કેલ છે. ચૂંટણીની મોસમ હોય કે સત્તાની ખેંચતાણ, નેતાઓની વફાદારી જાણે ઋતુઓની જેમ બદલાતી રહે છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ ખેડા જિલ્લાના રાજકારણમાં જોવા મળ્યું છે. મહુધા વિધાનસભાના જાણીતા નેતા ભારતિંસહ પરમારે ભાજપ સાથે છેડો ફાડીને ફરી એકવાર પોતાના જૂના ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે. તેમણે અમદાવાદ ખાતે જઈને પુન: કોંગ્રેસનો ’હાથ’ પકડી લેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતિંસહ પરમારે અમદાવાદ ખાતે કોંગ્રેસના ટોચના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયા બાદ તરત જ તેઓ નડિયાદૃ આવ્યા હતા અને અહીં કોંગ્રેસના પીઢ અને દિગ્ગજ નેતા દિૃનશા પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. સત્તા અને પદ વગર અકળાયેલા નેતાજીને આખરે પોતાનું જૂનું ઘર જ યાદ આવ્યું છે.

ભરતિંસહ પરમારની રાજકીય સફર પક્ષપલટાના કેટલાક રસપ્રદ વળાંકોથી ભરેલી રહી છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવી ખૂબ જ મહત્વની અને જવાબદૃાર પોસ્ટ પર કાર્યરત હતા. પરંતુ, તે સમયે ટિકિટ અને સત્તાની લાલચમાં તેમણે અચાનક કોંગ્રેસ સાથે છેડો ફાડી દૃીધો અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપે તેમને વધાવી લીધા અને મહુધા વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપી, પરંતુ પક્ષપલટુ નેતાઓને જનતા બરાબર ઓળખે છે. મહુધાના મતદૃાતાઓએ તેમને જાકારો આપ્યો અને ચૂંટણીમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપમાં ગયા પછી પણ નેતાજી માટે બધું સમુંસૂતરું નહોતું ચાલ્યું. સત્તાધારી પક્ષમાં હોવા છતાં, થોડા સમય પહેલા યોજાયેલી ખેડા જિલ્લાની જીવાદૃોરી સમાન ’અમૂલ ડેરી’ની ચૂંટણીમાં તેમણે પક્ષના મેન્ડેટ સામે જ ખુલ્લો બળવો પોકાર્યો હતો. આખરે, ભાજપમાં સાઈડલાઈન થઈ જતા તેમણે ફરી એકવાર પક્ષ બદલવાનું જ મુનાસિબ માન્યું.