૨૬મીએ વિદ્યાર્થીઓની પરીક્ષા અને તંત્રની કસોટી, અમદાવાદમાં નગરયાત્રા અને બોર્ડની પરીક્ષા એક સાથે આવતા દોડધામ

૨૬મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે પરંતુ આ વખતે પરીક્ષાના પ્રારંભે જ વિદ્યાર્થીઓની તો પરીક્ષા થવાની જ છે પણ સાથે તંત્રની પણ કસોટી થવાની છે. જેનું કારણ છે અમદાવાદના સ્થાપના દિને ભદ્રકાળી માતાજી મંદિરથી નીકળનારી નગરયાત્રા. જી હા, ૨૬મીએ અમદાવાદમાં નગરયાત્રા અને બોર્ડની પરીક્ષા એક સાથે આવતા દોડધામ મચી છે. શહેરના કોટ વિસ્તારમાં ફરનારી આ નગરયાત્રાથી અંદાજે ૩૨ પરીક્ષા સેન્ટર પર અસર થઈ શકે છે. ખાસ કરીને પરીક્ષા સેન્ટર પર પહોંચતા વિદ્યાર્થીઓ અટવાય નહીં તેને લઈનેદોડધામ શરૂ થઈ ગઈ છે.

આગામી ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે જેની ઉજવણીના ભાગરૂપે શહેરના કોટ વિસ્તારમાં નગરદૃેવી ભદ્રકાળી મંદિરથી વિવિધ વિસ્તારમાં નગરયાત્રાનું આયોજન કરાયું છે. તેની સાથે સાથે ૨૬ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે. જો કે પરીક્ષાના પહેલા દિૃવસે જ તંત્રની કસોટી થઈ જવાની છે તે નક્કી છે. કારણ કે એક તરફ વિદ્યાર્થીઓની પરીક્ષા છે અને બીજી તરફ નગરયાત્રા છે. નગરયાત્રાના ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચવામાં મોડું ન થાય તેના પર વિશેષ ધ્યાન આપવું પડશે. અમદૃાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અમદૃાવાદૃ પોલીસ કમિશનર અને અમદાવાદ કલેક્ટરને જાણ કરી છે જેથી કરીને પરીક્ષા પહેલા આ સમગ્ર મુદ્દા પર વિચારી શકાય.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે ૨૬મીએ પરીક્ષા તો શ‚ થઈ રહી છે તેની સાથે સાથે ભદ્રકાળી મંદિરથી નગરયાત્રા નીકળવાની છે અને મુખ્યમંત્રી પણ આ યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે તેવી માહિતી મળી રહી છે. આ મામલે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને કોઈ અગવડ ન પડે તેને લઈને અમદૃાવાદૃ કલેક્ટર સાથે મિિંટગ પણ થઈ ચૂકી છે. ગુજરાત માધ્યમિક બોર્ડમાં પણ અમે જાણ કરી છે.

ધોરણ ૧૦ અને ૧૨ના થઈને કુલ ૩૨ પરીક્ષા સેન્ટર છે જેમાં ધોરણ ૧૦ના ૨૨ અને ધોરણ ૧૨ના ૧૦ સેન્ટર છે. યાત્રાના ‚ટ પર આવતા ૩૨ પરીક્ષા સેન્ટર પર અસર થઈ શકે તેવી જાણકારી છે જેથી પ્રથમ તો ટ્રાફિકને લઈને વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પર પહોંચવામાં અગવડ ન પડે તેને લઈને તમામ સંચાલકોને જાણ કરી દૃેવાઈ છે કે જરૂર પડે વિદ્યાર્થીઓને પરીક્ષાના એક કલાક પહેલા સેન્ટર પર પહોંચવાની જાણકારી આપવામાં આવે. બીજું કે પરીક્ષાના રૂટ પર યાત્રાને લઈ ડી જે સાઉન્ડના અવાજ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર અને ભદ્રકાળી મંદિર ટ્રસ્ટને વિનંતી કરવામાં આવી છે.