
તા.૧૬/૦૨/૨૦૨૬ સોમવાર ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ના એન.એસ.એસ. એકમ ૧ અને ૨ ની સપ્ત દિવસીય ‘સ્વચ્છતા – જનજાગૃતિ ગ્રામ શિબિર’નું આયોજન ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલીઆ ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહમાં સમારોહના અધ્યક્ષ અને ઉદ્ઘાટક તરીકે અર્બન લાઇવલીહુડ મિશનના મેનેજર. સુકુમાર ભૂરિયા સર, સી.આર.સી. જનક પટેલ, પ્રેરક ઉપસ્થિત એવા ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલીઆના આચાર્ય વત્સલાબેન બમણિયા, નવજીવન સાયન્સ કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જી.જે.ખરાદી, કોલેજના સ્ટાફ સભ્યો, શાળાના સ્ટાફ સભ્યો, શાળાના બાળકો અને એન.એસ.એસ.ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ દ્ધારા સ્વયંસેવકોને રાષ્ટ્ર માટેના ઉમદા કાર્યો, સમાજ સેવા અને યુવા વિદ્યાર્થીઓનું રાષ્ટ્ર માટે યોગદાનની માહિતી આપી સ્વયંસેવકોને પ્રોત્સાહન પું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.શ્રેયસ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર નીલ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.