બોડેલીના ગરનાળા પાસે આર્યુવેદિકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

બોડેલીમાં ગરનાળા પાસે આવેલી આર્યુવેદની દુકાનમાં સમી સાંજે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનના સીસીટીવી એલાર્મ વાગતા દુકાન પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતાં તસ્કરો ભાગી ગયા હતા.

બોડેલી ગરનાળા પાસે આવેલી ખોડિદાસની દુકાનમાં તસ્કરો ધુસતા દુકાનના સીસીટીવીનુ એલાર્મ વાગતા દુકાન માલિક પર મોબાઈલમાં જાણ થતાં તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા. આજુબાજુના વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. અને બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. દુકાનમાં તપાસ કરતા અને બુમાબુમ થતાં તસ્કરો ભાગી ગયા હતા. ધાબા પર લોખંડના સળિયા કાપેલા મળી આવ્યા હતા. સીસીટીવીમાં એક તસ્કર કેદ થયો હતો.