પરેશ રાવલને ’માછલી રાંધવાનું’ નિવેદન મોંઘુ પડ્યું, કોલકાતા પોલીસે સમન્સ પાઠવ્યું

કોલકાતા,

ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન એક રેલીમાં કરેલી ટિપ્પણીને લઈને અભિનેતા અને રાજકારણી પરેશ રાવલની મુશ્કેલી વધી ગઈ છે. કોલકાતા પોલીસે તેમને સોમવારે હાજર રહેવા જણાવ્યું છે. આ માટે પૂર્વ સાંસદ અને નેતા મોહમ્મદ સલીમે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોલકાતાના તાલતાલા પોલીસ સ્ટેશનમાં સબમિટ કરવામાં આવેલી ફરિયાદમાં સલીમે કહ્યું છે કે, તેને પ્રાથમિક રીતે માનવું જોઈએ અને પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ. તેમણે કહ્યું કે પરેશ રાવલની ટિપ્પણી બંગાળીઓ વિરુદ્ધ પ્રતિકૂળ અભિપ્રાય પેદા કરી રહી છે. બંગાળમાં સત્તારૂઢ ટીએમસીએ પણ પરેશ રાવલના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.

પૂર્વ સાંસદ મોહમ્મદ સલીમે કહ્યું કે, બંગાળી રાજ્યની સરહદની બહાર મોટી સંખ્યામાં બંગાળી લોકો રહે છે. મને એવી આશંકા છે કે પરેશ રાવલની ખોટી ટિપ્પણીને કારણે તેમાંથી ઘણાને નિશાન બનાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં પરેશ રાવલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવો જોઈએ. ત્યાં જ પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી શશિ પંજાએ કહ્યું કે આ એક અસંવેદનશીલ ટિપ્પણી છે. બંગાળીઓ અને તેમની માછલી ખાવાની આદત પર ટિપ્પણી કરવી દુર્ભાગ્યપૂર્ણ છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પરેશ રાવલના નિવેદનની નિંદા કરે છે.

પરેશ રાવલે રેલી દરમિયાન કહ્યું હતું કે, ગુજરાતના લોકો મોંઘવારી સહન કરશે, પરંતુ તેમના પડોશના ’બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને’ નહીં. પરેશ રાવલે આ માટે વર્તમાન શબ્દ ’કુકિંગ ફિશ’નો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેમના નિવેદનને ધિક્કારયુક્ત ભાષણ કહેવામાં આવ્યું અને ટીકા કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમના બંગાળી શબ્દનો અર્થ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ છે.

તમને જણાવી દઇએ કે, પરેશ રાવલે ગત મંગળવારે વલસાડની એક સભામાં આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે, ગેસ સિલેન્ડરના ભાવ મોંઘા છે, તે તેની કિંમતો નીચે આવી જશે. પણ જો રોહિંગ્યા અને બાંગ્લાદેશી આપની પાસે દિલ્હીની જેમ રહેવા લાગશે તો શું થશે? ગેસ સિલેન્ડરનું આપ શું કરશો ? બંગાળીઓ માટે માછલી ફ્રાઈ કરશો. ત્યારે તેમનું આ પ્રકારનું નિવેદન સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયુ હતું અને બંગાળીઓ સાથે નફરત કરતા હોવાનો આરોપ લાગ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પરેશ રાવલનું માછલી ખાવા પર બંગાળીઓની મજાક ઉડાવવા અને રોહિંગ્યા સાથે જોડવા પર પ્રતિક્રિયા આપતા ટીએમસીના સાંસદ કીત આઝાદે પુછ્યું કે, શું પરેશ રાવલ એ સંકેત આપી રહ્યા છે કે બીએસએફ અને કેન્દ્રીય ગૃહમંત્રાલય યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, કારણ કે તેમણે કહ્યું કે, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે.