અમદાવાદ મધ્યસ્થ જેલમાં ‘વિકાસદીપ યોજના હેઠળ બંદીવાનોના તેજસ્વી સંતાનોનું સન્માન

જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ.જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદૃીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદૃા આશય સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદૃીપ યોજના અંતર્ગત અમદૃાવાદૃ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદૃીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દૃરમિયાન મુખ્યત્વે બે બંદૃીવાનના દૃીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદૃાવવામાં આવી હતી. અમદૃાવાદૃ મધ્યસ્થ જેલના બંદૃીવાન રાજેન્દ્રિંસહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-૨૦૨૪ ની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદૃગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદૃીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર, જેમણે ગુજરાત ગૌણ સેવા પસંદૃગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે.

બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાના હસ્તે ‘વિકાસદીપ યોજના હેઠળ. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, યાદૃગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદૃીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જેલ મહાનિરીક્ષક,અમદૃાવાદ જેલ અધિક્ષક ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ. સોલંકી, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદૃીવાન ભાઈઓ ઉપસ્થિત રહૃાા હતા. જેલ પ્રશાસનની આ સુધારાત્મક પ્રવૃત્તિને હાજર સૌએ દૃયપૂર્વક વધાવી લીધી હતી.

છેલ્લા બે વર્ષમાં અપાયેલા પ્રોત્સાહનો

૧. ‘એક નઈ ઉમ્મીદૃ યોજના: રાજ્યની જેલોમાં રહેલા બંદૃીવાનોને ધોરણ ૧૦, ધોરણ ૧૨ તથા હાયર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા ૫૭ બંદૃીવાનોને તા.૧૨/૦૮/૨૦૨૪ના રોજ ‚.૭૪,૦૫૭/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.,૨. પાકા બંદૃીવાનોના ૭૭ બાળકો ને પ્રોત્સાહન: ૩૮ પાકા બંદૃીવાનોના કુલ ૩૯ બાળકોને તા.૨૧-૧૧-૨૦૨૪ના રોજ રૂ.૫૪,૦૩૮/- તથા તા.૨૫-૦૬-૨૦૨૫ના રોજ પાકા ૩૪ બંદૃીવાનોના કુલ ૩૮ બાળકોને રૂ.૪૭,૫૩૮/- પ્રોત્સાહન સ્વ‚પે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.,૩.૧૦ બંદૃીવાનોના બાળકો:તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ કુલ પાકા ૧૦ બંદૃીવાનના ૧૦ બાળકોને રૂ.૧૧,૫૦૦/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા.,૪. ૫૧ બંદૃીવાનો: રાજ્યની જેલોમાં રહેલ બંદૃીવાનોને ‘એક નઈ ઉમ્મીદ યોજના અન્વયે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨માં ઉત્તીર્ણ થયેલ ક્રાયા/પાકા/પાસા હેઠળ રહેલ કુલ ૫૧ બંદૃીવાનોને તા.૨૫-૦૬-૨૦૨૫ના રોજરૂ.૫૭,૫૫૧/- પ્રોત્સાહન સ્વ‚પે રોકડ ઈનામ આપવામાં આવેલ.,૫. તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ કુલ ૦૧ બંદૃીવાનોને રૂ.૧,૫૦૧/- પ્રોત્સાહન સ્વ‚પે રોકડ ઈનામ આપવામાં આવ્યું.