અમદાવાદના બોડકદૃેવમાં પતિએ પત્નીને ગોળી મારી હત્યા કરી પોતે આપઘાત કર્યો

શહેરમાં ફરી ફાયિંરગની ઘટના સામે આવી છે. શહેરના બોડકદૃેવ વિસ્તારમાં પતિએ પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. જે બાદ તેણે પણ આપઘાત કરી લીધો છે. આ ઘટના બોડકદૃેવ વિસ્તારના એનઆરઆઈ ટાવરમાં ઘટી છે. હાલ વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદૃાવાદૃના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં બુધવારની મોડી રાતે ખૂની ખેલ ખેલાયો છે. એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજિંસહ ગોહિલને પત્ની રાજેશ્ર્વરીબા ગોહિલ સાથે ઝઘડો થયો હતો. જે બાદૃ પતિએ પત્નીને ગોળી દૃીધી હતી. જોકે, પત્નીને ગોળી મારીને પતિએ ૧૦૮ ઇમરજન્સીમાં ફોન કરીને સારવાર માટે તેમને બોલાવ્યા હતા. આ ૧૦૮નો સ્ટાફ પત્નીને ઘરની બહાર લઈ જાય ત્યાં તો પતિએ પણ પોતાને ગોળી મારીને જીવન ટૂંકાવી લીધું હતુ. આ અંગે વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અમદૃાવાદૃના અસલાલી વિસ્તારમાં પીરાણા રોડ ઉપર ક્રોંકીટ પ્લાન્ટમાં ‚પિયા લેતી દૃેતીમાં તકરાર થઇ હતી. જેમાં સહ કર્મચારીએ માથામાં ટિફીન મારતાં ગંભીર હાલતમાં સારવાર દૃરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવાનું કામ ચાલું છે. શીલજ ગામમાં રહેતા અને કમોડ-પીરાણા રોડ ઉપર કોમનપ્લસ નામના ક્રોકીટ પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે અસલાલી પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદૃેશના યોગેશકુમાર સામે ફરિયાદૃ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ મોડી રાતે આરોપી અને ઉત્તર પ્રદૃેશના વતની અને સાથે નોકરી કરતા સુનિલકુમાર વચ્ચે ખર્ચના ‚પિયા લેવા બાબતે તકરાર થઇ હતી.