ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા! વિદ્યાર્થીઓના સ્કૂલબેગ બાદ હવે પિઝા ડિલિવરી બોયના બેગમાં દારૂ પકડાયો

ગુજરાતમાં પોલીસ અને સરકારી તંત્રના દારૂબંધીના દૃાવા પોકળ સાબિત થઈ રહૃાા છે. હજુ બે દિવસ પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીની સ્કૂલબેગમાં દારૂની પોટલીઓ મળી આવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, ત્યારે હવે પોરબંદરના શહેરી વિસ્તારમાં એક પિઝા ડિલિવરી બોયના બેગમાંથી દારૂની બોટલો મળી આવતા આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી મૂક્યું છે. ત્યારે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વારંવાર બનતી આવી ઘટનાઓ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવી રહી છે.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હાલ વિજય મોકરીયા નામના એક પિઝા ડિલિવરી બોય પર પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદૃ મુજબ પિઝા શોપમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા આ વિજય મોકરીયાના બેગમાંથી પોલીસને દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસે વિજય મોકરીયા તેમજ તેની સાથે હાજર ૨ લોકોને ઝડપી લીધા હતા. બાદૃમાં પૂછપરછ દરમિયાન અન્ય ૨ લોકોને છોડી દૃીધા અને આ કેસમાં માત્ર વિજય પર જ ગુનો નોંધી તેને આરોપી બનાવી દૃેવાયો છે. ત્યારે પોલીસ પર પૈસા લઈ અન્ય ૨ લોકોને છોડી મૂક્યાના આક્ષેપો થઈ રહૃાા છે.

આટલું જ નહીં, માહિતી મુજબ આ કેસમાં આરોપી વિજય મોકરીયા પોતે પોરબંદૃર ડોમીનોઝ પિઝા શોપમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે, ત્યારે તેની પત્નીએ પણ વિજયની નોકરીના સ્થળે પહોંચી એટલે કે ડોમીનોઝ પિઝા શોપમાં તોડફોડ કરી હોવાના અહેવાલો સામે આવી રહૃાા છે, ત્યારે પોલીસે આ બાબતે પણ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દૃરમિયાન સમગ્ર કેસમાં આરોપી વિજય મોકરીયા પોલીસ તથા તે જ્યાં નોકરી કરે છે ત્યાંના બોસ પર ગંભીર આરોપો મૂકી રહૃાા છે.

સમગ્ર મામલે આરોપી પિઝા ડિલિવરી બોય વિજય મોકરીયાએ જણાવ્યું કે, તે પોતે જે ડોમિનોઝ પિઝાના સ્ટોરમાં કામ કરે છે, તે સ્ટોરના ઇન્ચાર્જે અનિલ રાંદલપરાના કહેવાથી તે અને અન્ય એક હાર્દિૃક નામનો વ્યક્તિ કુતિયાણા ગયા હતા, જ્યાં હાર્દિૃકને કોઈ વસ્તુ આપવામાં આવી હતી. ત્યાર બાદૃ તે અને હાર્દિૃક જ્યારે અનિલ રાંદલપરાના ઘરે પહોંચ્યા ત્યારે પોલીસની રેડ પડી હતી અને તેના બેગમાંથી દૃા‚ મળ્યો હતો.

વિજય મોકરીયાએ આગળ ઉમેર્યું કે, બાદમાં અમોને ત્રણેય (હાર્દિૃક, વિજય અને અનિલ રાંદૃલપરા) ને કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અનિલ રાંદૃલપરાએ ત્યાં પોલીસને ૪૦ હજાર રૂપિયા આપતા તેને અને હાર્દિૃકને પોલીસે છોડી દૃીધા હતા. પોલીસે ફક્ત મારા (વિજય) પર જ આ ગુનો નોંધ્યો હતો તેથી તેણે પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો ઊઠી રહૃાા છે. જોકે આ બાબતે અનિલ રાંદૃલપરાએ વિજયના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને તેણે પોલીસને કોઈ પૈસા આપ્યા નથી તેમજ તેઓનો કોઈ વાંક ન હતો તેથી તેને જવા દૃીધા હોવાનો દૃાવો કર્યો છે. આટલું જ નહીં, સમગ્ર ઘટનામાં બે દિવસ બાદ વિજયના પત્ની અંજુએ ડોમિનોઝ પિઝામાં આવી કોમ્પ્યુટરમાં તોડફોડ કરી હોવાનું પણ અનિલ રાંદૃલપરાએ જણાવ્યું છે, ત્યારે પોલીસે આ મામલે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, ત્યારે આ કેસની હાલની તપાસમાં ડોમિનોઝ પિઝામાં તોડફોડ કરનાર અંજુ વિજય સાથે મૈત્રી કરારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બે દિૃવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામે જનતા રેડમાં નાના બાળક પાસે સ્કૂલબેગમાં દૃેશી દારૂની હેરફેર થતી હોવાની ચકચારી ઘટના સામે આવી હતી.