બગદાણા સેવક હુમલા કેસ: કોળી સમાજના નેતાઓએ ન્યાય માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

બગદાણાના નવનીત બાલધિયા પર ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રાત્રિના દરમિયાન આઠ શખ્સોએ હુમલો કર્યો હતો, હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલાની પાછળ લોક્સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનું આક્ષેપ કર્યો છે. તેઓ પોલીસની તપાસ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ઇજાગ્રસ્ત યુવકની મુલાકાત માટે રાજુલાના ધારાસભ્ય ગયા હતા, અને તેમણે આ મામલે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો. આજે ૫ જાન્યુઆરીના દિવસે, કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવ્યા અને ઝ્રસ્ને મળ્યા. મુલાકાત દરમિયાન તેમણે એસઆઇટી દ્વારા આ કેસની ન્યાયિક તપાસ કરાવવાની માંગ કરી.

મુખ્યમંત્રીને રજૂઆત કરવા આવેલા નેતાઓમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા અને આર.સી. મકવાણા હાજર રહ્યા.