સુરેન્દ્રનગર જમીન કૌભાંડ ખૂલ્યા બાદ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા, ગાંધીનગરથી ઓર્ડર છૂટ્યો

કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જમીન દ્ગછ કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા છે. ઈડ્ઢએ ધરપકડ કરતાં રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર બહાર પાડ્યો.

સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરે સરકારી બંગલો ખાલી કર્યો. પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ બાદ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પૂર્વ કલેક્ટરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કલેક્ટરના બંગલે નેમ પ્લેટ બાદ સરકારી બંગલો પણ ખાલી કરવામાં આવ્યો છે. પૂર્વ કલેક્ટરનો સામાન વાહનોમાં ભરી અમદાવાદ ખાતે તેમના લેટ પર લઈ જવામાં આવ્યો હતો.

એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્ર્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ કેસમાં ચાર સરકારી અધિકારીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેઓ કરોડોના જમીન વહીવટમાં સંડોવાયેલા હતા. ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ ચારેય જુગાડી અધિકારીઓ કેવી રીતે આખું કૌભાંડ રચતા અને ખેલ પાડતા હતા તે અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. જે રકમ મળે તેને વહેંચી લેવામાં આવતી હતી. ૨૫% એડિશનલ કલેક્ટરને, ૧૦% નાયબ મામલતદારને, ૧૦% મામલતદારને અને ૫% ક્લાર્કને મળતા હતા. આ કૌભાંડમાં લાંચનો સૌથી વધુ ૫૦ ટકા હિસ્સો કલેક્ટર પોતે રાખતા હતા. આ સાથે જ તપાસમાં એક પેન ડ્રાઈવ મળી છે જેમાં અનેક મોટા રહસ્યો ખુલશે.

સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને કરોડોની કિંમતની જમીનોને પાણીના ભાવે ખેતીમાંથી બિનખેતીમાં ફેરવી દેવામાં આવી હતી. રાજેન્દ્ર પટેલ જ્યારે કલેક્ટર પદે હતા. ત્યારે એક જ દિવસમાં અનેક ફાઈલો પર સહીઓ કરીને તિજોરી ભરી લેવામાં આવી હોવાના પુરાવા પણ ઈડીના હાથમાં લાગ્યા છે. એવી શંકા સેવાઈ રહી છે કે, આ નાના કર્મચારીઓએ પણ ભ્રષ્ટાચારની કમાણીમાંથી અઢળક સંપત્તિ વસાવી છે. તો અન્ય અધિકારીઓના નામ પણ ખૂલે તો નવાઈ નહિ.