
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના સંગોડ ફળિયા સીમ વિસ્તારમાં આગથી ખેડૂતનો આશરે ૨ હેક્ટરનો મકાઈનો પાક બળીને રાખ થઈ ગયો. કાપણી કરીને ખેતરમાં એકત્ર કરેલો પાક ૧૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૧૨ વાગ્યે આગની લપેટમાં આવ્યો હતો.
ખેડૂત રાયલાભાઈ સુખરામભાઈ સંગોડે મકાઈની કાપણી પૂરી કર્યા પછી પાકના ઢગલા ખેતરમાં રાખ્યા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. સૂકા પાકને કારણે આગ ઝડપથી ફેલાઈ અને આખો પાક બળી ગયો.આગમાં કોઈ જાનહાનિ કે પશુહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. પાક બળી જવાથી ખેડૂતને આર્થિક નુકસાન થયું છે.ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ગરબાડા તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારને લેખિત જાણ કરી છે. અસરગ્રસ્ત ખેડૂતના પાકના નુકસાનનો સર્વે કરીને સરકારી નિયમો મુજબ આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે.