
નવા વર્ષની શરૂઆતમાં બાલાસિનોરના સાંઈબાબા મંદિરે વિવિધ વાનગીઓનો અન્નકૂટ સજાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે જઈ સાંઈબાબાનાં દર્શન કર્યા અને અન્નકૂટનાં દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ પ્રાર્થના કરી નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.
બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે બાલાસિનોર સહિત સમગ્ર મતવિસ્તારના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે નવું વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકે પણ નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે નાગરિકોનું જીવન નિરોગી, સુખમય અને સમૃદ્ધ બને તેવી શુભકામના વ્યક્ત કરી હતી. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં સૌ સહભાગી બને અને દેશની પ્રગ