
નવજીવન, નવભારત અને નવવિશ્ર્વના સંદેશ સાથે બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રમાં આધ્યાત્મિક કાર્યક્રમ.
પરમપિતા પરમાત્માની ૯૦મી ત્રિમૂર્તિ શિવજયંતી નિમિત્તે ઝાલોદ ખાતે સ્થિત બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીનો પાવન કાર્યક્રમ ભવ્ય અને ભાવભીનાં માહોલમાં ઉજવાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ વિદ્યાલય સાથે જોડાયેલા ભાઈ-બહેનો તેમજ શહેરના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસૈયા વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.
પરમાત્મા શિવનું દિવ્ય અવતરણ નવયુગની શઆત કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારીઝ ઝાલોદ કેન્દ્રની સંચાલિકા મીતા દીદી દ્વારા પરમાત્મા શિવના અવતરણ અને તેમના દિવ્ય સંદેશ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે… સૃષ્ટિની સર્વોચ્ચ પરમશક્તિ પરમાત્મા શિવનું આ પાવન ભૂમિ ભારતમાં દિવ્ય અવતરણ થઇ ચૂક્યું છે.
પ્રાચીન દેવભૂમિ ભારત ખાતે સતયુગ સ્વપે સ્વર્ગની પુન:સ્થાપના ચાલી રહી છે. પરમાત્મા પ્રદાન કરેલ જ્ઞાન અને રાજયોગ ધ્યાન દ્વારા વ્યક્તિ પોતાનું જીવન સુખ, શાંતિ અને આનંદથી ભરપૂર બનાવી શકે છે. મીતા દીદી એ શિવ સત્ય છે તે વિષય પર સરળ અને માહિતીસભર સમજ આપી, જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો.
રાજયોગ મેડિટેશન દ્વારા તણાવમુક્ત જીવનનો માર્ગ વર્તમાન દુ:ખ, અશાંતિ અને તણાવભર્યા સંસારમાં શાંતિ અને સુખ મેળવવા માટે રાજયોગ ધ્યાન એક સરળ અને પ્રાયોગિક માર્ગ હોવાનું સમજાવવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાઈ-બહેનોને રાજયોગ ધ્યાનનો અનુભવ પણ કરાવવામાં આવ્યો.
ઈન્દ્રપ્રસ્થ સોસાયટી સ્થિત સેવા કેન્દ્ર ખાતે આયોજન આ સમગ્ર કાર્યક્રમ ઝાલોદ શહેરની ઈન્દ્રપ્રસ્થ સોસાયટી મુકામે આવેલ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે યોજાયો હતો. કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, પ્રદર્શન અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અંતે ઉપસ્થિત સૌને નજીકના બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રનો સંપર્ક કરી મહાશિવરાત્રીના પાવન કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો માહોલ ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત રહ્યો હતો.