વિરપુર તાલુકામાં બી.એલ.ઓ.ના ઓર્ડર કાઢવામાં ભાંગરો વટાતા બે શાળાઓમાં બહારથી શિક્ષક આવી અભ્યાસ કરાવે તેવી સ્થિતિ સર્જાઈ

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બલવાખાંટના મુવાડા અને મોતીખાંટના મુવાડા પ્રા.શાળામાં માત્ર બે જ શિક્ષકોની નિમણુંક આપી હતી. તેમાંય આ બંને શિક્ષકને બી.એલ.ઓ.ની કામગીરી સોંપી દેવામાં આવતા હાલ શિક્ષણ કાર્ય રઝળી ગયુ છે. જોકે શિક્ષણ ખાતા દ્વારા વૈકલ્પિક રૂપે બહારથી શિક્ષકની નિમણુંક કરી હોવાનો દાવો કરાયો છે. પરંતુ આ થુંકના સાધા પુરતા કારગત નીવડી રહ્યા નથી.

વિરપુર તાલુકામાં આશરે 510 પ્રાથમિક શિક્ષકોમાંથી 92 જેટલા શિક્ષકને એસ.આઈ.આર.ની કામગીરી અને બી.એલ.ઓ.નો ઓર્ડર કરાયો છે. જોકે આ બી.એલ.ઓ.ના ઓર્ડર કાઢવામાં ભાંગરો વાટ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. તાલુકાના બલવાખાંટના મુવાડા અને મોતીખાંટના મુવાડામાં માત્ર બે શિક્ષકો ફરજ બજાવે છે. આ બે શિક્ષકોને પણ બી.એલ.ઓ.ની કામગીરી સોંપી દેવામાં આવતા હાલ શાળામાં વિદ્યાર્થીઓ આવે છે પરંતુ અભ્યાસ કરાવવા માટે કોઈ નથી. આ અંગે છેક પ્રાંત સુધી ફરિયાદો કરાઈ હતી. જેના પગલે નજીકની શાળાના શિક્ષકને અભ્યાસ કરાવવાની જવાબદારી સોંપાઈ છે. પરંતુ આ બધુ હાલ કાગળ પર ધોડા દોડી રહ્યા છે. વાલીઓએ ફરિયાદ કરી છે કે, બી.એલ.ઓ.ની કામગીરીમા ગયેલા શિક્ષકોના સ્થાને આવતા શિક્ષક પ્રા.શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતુ કેે, બલવાખાંટના મુવાડા અને મોતીખાંટના મુવાડામાં શિક્ષકો ન હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે નજીકની શાળાના શિક્ષકને અભ્યાસની જવાબદારી સોંપવામાં આવી છે.