છોટાઉદેપુરની ગીતા ગેસ એજન્સીના માલિકે નગરપાલિકાના માજી પ્રમુખને 10 લાખનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટ કેસ કરતા કોર્ટે એજન્સીના માલિકને 10 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ તેમજ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.
છોટાઉદેપુર ખાતે ગીતા ગેસ એજન્સીના માલિક બાલુભાઈ છગનભાઈ (રહે.છોટાઉદેપુર)પ્રોપરાઈટર છે. તેઓએ છોટાઉદેપુર નગરપાલિકાના માજી પ્રમુખ નરેનભાઈ ગુણવંતલાલ જયસ્વાલ પાસેથી 10 લાખ રૂપિયા નાણાંકિય વ્યવહાર તરીકે ઉછીણા લીધા હતા. અને તેના બદલામાં ચેક આપ્યો હતો. આ ઉછીણા નાણાં પરત ન કરતા નાણાં વસુલવા માટે તેઓના ખાતામાં ચેક નાંખ્તા તે ચેક અપુરતા ભંડોળના કારણે રિટર્ન થયો હતો. જેને લઈને છોટાઉદેપુર જયુડિ.મેજી.ની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે બાબતનો કેસ જયુડિ.મેજી.એ ગેસ એજન્સીના પ્રોપરાઈટર બાલુભાઈ છગનભાઈને એક વર્ષની સજા તેમજ 10 લાખ રૂપિયા 6 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો હતો.