
કાલોલ તાલુકાના વેજલપુર ગામે દાદાનું બુલડોઝર ચાલ્યું. સીટી સર્વે નંબર 333-બ ની સરકારી મિલકત માંથી ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનનો ઓટલો સીડી (દાદર) તેમજ શેડનું બાંધકામ દૂર કરવામાં આવ્યું. એક તરફ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ આપેલ નિવેદન મુજબ ગુજરાતમાં તમામ સરકારી મિલ્કતોમાં થયેલા દબાણો દૂર કરવામાં આવશે. કોઈને પણ છોડવામાં આવશે નહિ તેવું જણાવ્યું હતું. ત્યારે વાત કરવામાં આવે તો કાલોલ તાલુકાના વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી સહિત પંચમહાલ જીલ્લાની વિવિધ કચેરીઓમાં તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેખિત પુરાવા સાથે ધારદાર રજુઆતો કરવામાં આવી હતી. જેને લઈ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સીટી સર્વેના અધિકારીને સ્ટેમ્પ ડ્યુટી કલેટર દ્વારા એક દિવસમાં દબાણ દૂર કરવાના આદેશ આપ્યા હતા, તેમ છતાં સીટી સર્વેના અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેથી અરજદાર દ્વારા તાલુકા સ્વાગતમાં ફરી રજુઆત કરવામાં આવી હતી. જેથી પ્રાંત કલેકટર દ્વારા સીટી સર્વેના અધિકારીને કડક સૂચના આપવામાં આવી હતી કે, 15 દિવસ માં દબાણ દૂર કરી દેવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેથી આજરોજ વેજલપુર ખાતે આવેલ સીટી સર્વેની સરકારી મિલ્કત 333-બ માંથી સીટી સર્વેના અધિકારી દ્વારા વેજલપુર ખાતે આવેલ સીટી સર્વે નંબર 333-બ માં આવેલ રણછોડરાય વાસણ ભંડાર નામની કોમર્શિયલ દુકાનના ઓટલા, સીડી (દાદર) તેમજ શેડનું બાંધકામ દૂર કરવામાં આવ્યું.