
પાકિસ્તાનથી આયાત પરના ભારતના પ્રતિબંધને ટાળવાના પ્રયાસો સામે મોટી કાર્યવાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ ત્રીજા દેશોમાંથી પાકિસ્તાની બનાવટના માલની દાણચોરી અને ખોટી માહિતી રજૂ કરવાનો કેસ શોધી કાઢ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાનમાં ઉત્પન્ન થયેલી ૩૬૪ મેટ્રિક ટન સૂકી ખજૂર જપ્ત કરવામાં આવી, જેની અંદાજિત કિંમત રૂ. ૩ કરોડ છે.
ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા,ડીઆરઆઇ અધિકારીઓએ કંડલા બંદર પર ૩૬૪ મેટ્રિક ટન સૂકી ખજૂર (આશરે ૩ કરોડની કિંમતના) વહન કરતા ૧૩ કન્ટેનરને અટકાવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે માલ યુએઈનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનનો હતો.તપાસમાં જાણવા મળ્યું છે કે માલ પ્રથમ પાકિસ્તાનથી દુબઈ લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભારત નિકાસ કરતા પહેલા કન્ટેનરના અન્ય સેટમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
આયાતકારોએ પાકિસ્તાન મૂળના માલની આયાત પરના પ્રતિબંધમાંથી બચવાના પ્રયાસમાં મહત્વપૂર્ણ તથ્યો છુપાવ્યા હતા અને મૂળ દેશની ખોટી માહિતી આપી હતી. તે મુજબ, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ ની સંબંધિત જાગવાઈઓ હેઠળ સમગ્ર કન્સાઇનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.
ગયા અઠવાડિયે,ડીઆરઆઇના અધિકારીઓએ તુતીકોરિન બંદરે ડિસ્ક્રપ્શન અને મૂળ દેશની ખોટી માહિતી આપીને આશરે રૂ. ૧.૪ કરોડની કિંમતના લગભગ ૧૪ મેટ્રિક ટન પાકિસ્તાન મૂળના ગુગ્ગુલ ગુંદરની આયાત કરવાનો પ્રયાસ ખુલ્લો પાડ્યો હતો. આ કન્સાઇનમેન્ટ સોમાલિયામાંથી ઉદ્ભવતા કુદરતી ગુંદર તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું હતું અને દુબઈથી રૂટ કરવામાં આવ્યું હતું.ગુગ્ગુલ રેઝિન (કોમિફોરા રેઝિન), જે ભારત અને પાકિસ્તાનના શુષ્ક વિસ્તારોમાં જાવા મળતી એક પ્રજાતિ છે, તે સીઆઇટીઇએસ પરિશિષ્ટ-૨માં સૂચિબદ્ધ છે અને આઇયુસીએન રેડ લિસ્ટમાં અત્યંત ગંભીર રીતે લુપ્તપ્રાય તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે
તપાસમાં જાણવા મળ્યું કે આ જથ્થો ગુગ્ગુલ રેઝિનનો હતો, તેનો મૂળ દેશ પાકિસ્તાન હતો અને બનાવટી દસ્તાવેજાનો ઉપયોગ કરીને તેનું ટ્રાન્સ-શિપમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કાવતરામાં સંડોવાયેલા બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.તારીખ ૦૨.૦૫.૨૦૨૫ ના ડીજીએફટી નોટિફિકેશન નંબર ૦૬/૨૦૨૫-૨૬ દ્વારા સુધારેલ ફોરેન ટ્રેડ પોલિસી, ૨૦૨૩ મુજબ, પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા અથવા નિકાસ કરવામાં આવતા તમામ માલની સીધી કે અપ્રત્યક્ષ આયાત અથવા ત્રન્જિત પર ૦૨.૦૫.૨૦૨૫ થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંને કિસ્સાઓમાં આયાત આ પ્રતિબંધના ઉલ્લંઘનમાં હોવાનું જણાયું હતું.આ સફળ કાર્યવાહીઓ દાણચોરી, કસ્ટમ્સ છેતરપિંડી અને ગેરકાયદે આંતરરાષ્ટ્રીય વેપારમાં સંડોવાયેલા સંગઠિત નેટવર્કને ઓળખવા, તેને ખોરવી નાખવા અને નાબૂદ કરવા માટે ડીઆરઆઇના સતત પ્રયાસોને ઉજાગર કરે છે.