
યુએસ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ કહે છે કે યુક્રેને તાજેતરના ડ્રોન હુમલામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અથવા તેમના કોઈપણ નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો નથી. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રો અનુસાર, યુએસ ગુપ્તચર એજન્સીનું નિવેદન મોસ્કોના દાવાને રદિયો આપે છે કે કિવ રશિયન નેતાની હત્યાનું કાવતરું ઘડી રહ્યું હતું.
એક અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, આ નિષ્કર્ષ સીઆઇએ ની તપાસ પર આધારિત છે, જેમાં પુતિન પર હુમલાના પ્રયાસના કોઈ પુરાવા મળ્યા નથી. સીઆઇએએ આ બાબતે જાહેરમાં ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.ડબ્લ્યુએસજેના અહેવાલ મુજબ, યુએસ ગુપ્તચર એજન્સીઓનું મૂલ્યાંકન છે કે યુક્રેન પુતિન જ્યાં રહે છે તે વિસ્તારમાં સ્થિત લશ્કરી લક્ષ્ય પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ નિવાસસ્થાનની ખૂબ નજીક નથી.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લેખ શેર કર્યો હતો જેમાં રશિયાના દાવાને શાંતિ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ઝ્રૈંછ ના ડિરેક્ટર જોન રેટક્લિફે ટ્રમ્પને ગુપ્તચર સમીક્ષા અંગે માહિતી આપ્યા પછી આ પોસ્ટ આવી હતી. યુએસ ગુપ્તચર એજન્સીઓ સેટેલાઇટ છબી, રડાર કવરેજ અને ઇન્ટરસેપ્ટેડ સંદેશાવ્યવહાર સહિત અનેક ોતોનો ઉપયોગ કરીને રશિયામાં આંતરિક વિકાસ પર નજર રાખે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પત્રકારોને જણાવ્યું હતું કે પુતિન ખૂબ ગુસ્સે થયા હતા જ્યારે તેમણે તેમને ફોન પર કહ્યું હતું કે યુક્રેનિયન ડ્રોને તેમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું છે. નિવાસસ્થાન ઉત્તરપશ્ર્ચિમ રશિયામાં એક તળાવના કિનારે આવેલું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું યુએસ ગુપ્તચર એજન્સીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે, ત્યારે ટ્રમ્પે કહ્યું, તમે કહી રહ્યા છો કે હુમલો થયો ન હોય શકે, તે પણ શક્ય છે, મને લાગે છે, પરંતુ રાષ્ટ્રપતિ પુતિને આજે સવારે મને કહ્યું કે તે થયું છે.
યુક્રેને રશિયન પ્રદેશ પર હુમલાઓ અને હત્યાના ઓપરેશનોની જવાબદારી સ્વીકારી છે, પરંતુ પુતિન અથવા તેમના નિવાસસ્થાન પર હુમલો કરવાના કોઈપણ પ્રયાસને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. યુક્રેનિયન અધિકારીઓનો આરોપ છે કે પુતિન આ દાવાનો ઉપયોગ વોશિંગ્ટન અને કિવ વચ્ચેના સંબંધોને નુક્સાન પહોંચાડવા અને યુએસ-મયસ્થી શાંતિ મંત્રણામાં યુક્રેનની સ્થિતિ નબળી પાડવા માટે કરી રહ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે પોતાના દાવાને સમર્થન આપવા માટે વિડિઓ ફૂટેજ બહાર પાડ્યું છે, જેમાં બરફમાં પડેલું યુક્રેનિયન ડ્રોન દેખાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડ્રોન વિસ્ફોટકોથી સજ્જ હતું.